ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચ 2023ના રોજ શરૂ થશે અને 28 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે.
ગુજરાત બોર્ડ ધોરણ 12 પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2023 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચ 2023ના રોજ શરૂ થશે અને 29 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે.
ધોરણ 10 પરીક્ષા પદ્ધતિ 2023
SSC ધોરણ 10ના તમામ પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે જયારે વોકેશનલ કોર્ષના વિષય કોડ 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80 વિષયના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે.
પ્રશ્નપત્રનો સમય 10:00 થી 10:15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે તથા 10:15 થી 13:15 કલાક ઉત્તરો લખવા માટે રહેશે. વિષય ક્રમાંક 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80માં 11:15 સુધી લખવા દેવામાં આવશે.
પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષયકોડ નંબર અવશ્ય લખવો. પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.
પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના સમયના અડધો કલાક અગાઉ હાજર થવાનું રહેશે.
ધોરણ 10 અને 12 નું ટાઇમ ટેબલ જોવા અંહી ક્લિક કરો
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સુચનાઓ
પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલ વિષયોના કોડ નંબર તથા તે વિષયની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.
પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનીટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા થવાના 20 મિનીટ આગાઉ હાજર રહેવું.
અન્ય સૂચનાઓ વાંચવા નીચે આપેલ લીંક પર સત્તાવાર ટાઈમ ટેબલ આપેલ છે તે વાંચો.
નોંધ : સત્તાવાર જાહેર થયેલ પરીક્ષા કાર્યક્રમ અચૂક વાંચો.
